Gujarati news

ખૂબ જ ખાટા દહીંને મિનિટોમાં ઠીક કરો, સ્વાદમાં પણ વધારો થશે

વધુ માહિતી મેળવવા અમારી સાથે જોડાઓ

ઉનાળાની ગરમીમાં, જો ખાવાની સાથે દહીંનો સમાવેશ કરવામાં આવે તો તે ભોજનનો સ્વાદ વધારે છે અને પાચનક્રિયા પણ સારી રાખે છે. લસ્સી હોય, રાયતા હોય કે સાદું દહીં હોય, દરેકનો સ્વાદ સારો જ હોય છે. જો કે, ક્યારેક દહીંને ચાખ્યા પછી જ જાણવા મળે છે કે દહીં ખૂબ ખાટુ થઇ ગયું છે. હવે ખાટા દહીંમાંથી ઘણી બધી વાનગીઓ બનાવી શકાય છે, પરંતુ જો તમને એ દહીં ખાવાનું મન થાય અને ખાટા હોવાને કારણે ખાઈ ન શકો તો શું કરવું?

Related Articles

આજે આ લેખમાં અમે તમને એવી ટિપ્સ જણાવીશું, જેની મદદથી તમે ખાટા દહીંને સુધારી શકો છો. આ પદ્ધતિઓ ખુબ જ સરળ છે અને તેનો સ્વાદ બગાડ્યા વિના દહીંને ઠીક કરવામાં મદદ કરી શકે છે.

તાજા દૂધનો ઉપયોગ કરો

તમે બજારમાંથી દહીં લાવ્યું હોય કે ઘરે જમાવીને બનાવ્યું હોય, દહીં ખાટું થવું સ્વાભાવિક છે. જો તમે લાંબા સમય સુધી દહીં રાખો તો પણ તે ખાટું થઈ જાય છે. જો કે, તમે તેને તાજા દૂધથી સુધારી શકો છો. દૂધ ઉમેરવાથી તેની ખટાશ ઓછી થઈ શકે છે.

શુ કરવુ-

 • દૂધને ગરમ કરો અને તેને સંપૂર્ણપણે ઠંડુ કરો.
 • દહીંમાં ઠંડુ દૂધ ઉમેરો અને પછી સારી રીતે મિક્સ કરો.
 • તેને 30 મિનિટ માટે ફ્રિજમાં રાખો. તેને ફ્રિજમાંથી બહાર કાઢીને ફરી એકવાર મિક્સ કરો અને દહીંનું
 • સેવન કરો.
 • દૂધની તાજગી દહીંની ખાટાને અસર કરે છે.

આ પણ વાંચોઃ દહીં ઠંડુ હોય છે તો શિયાળામાં ખાવું જોઈએ કે નહિ જાણો સંપૂર્ણ માહિતી

મસાલાનો તડકો લગાવો

જો દહીં ખાટું હોય તો તેની ખટાશ ઓછી કરવા માટે તમે તેમાં જીરુંનો તડકો ઉમેરી શકો છો. આનાથી માત્ર દહીંનો સ્વાદ જ નહીં પરંતુ ખાટાપણું પણ સંતુલિત થઇ જશે. જીરું સિવાય તમે દહીંમાં અન્ય વસ્તુઓ પણ ઉમેરી શકો છો.

શુ કરવુ-

 • એક પેનમાં થોડું તેલ કે ઘી નાખીને ગરમ કરો.
 • જીરું, હિંગ અને એક લાલ મરચું ઉમેરીને ફૂટવા દો.
 • દહીંને પહેલાથી જ ફ્રિજમાંથી કાઢીને રાખો. હવે આ તૈયાર તડકાને દહીંમાં ઉમેરીને બરાબર મિક્ષ કરી લો.
 • હવે ઉપરથી એક ચપટી મીઠું ઉમેરીને તેને ભોજન સાથે સર્વ કરી શકો છો.

દહીંમાં મલાઈ મિક્સ કરો

તાજી મલાઈ પણ દહીંની ખટાશ ઘટાડવામાં મદદ કરે છે. મલાઈની મીઠાશ દહીં સાથે ભળે છે, તેથી તેની ખટાશ સંતુલિત થાય છે. જો તમે દહીંમાં એક ચમચી તાજી મલાઈ નાખશો તો તેનો સ્વાદ પણ વધી જશે.

શુ કરવુ-

 • દૂધમાંથી મલાઈને કાઢીને અલગ કરો અને તેને ઠંડી કરો. દહીંને પણ ફ્રિજમાંથી કાઢી લો.
 • દહીંમાં તાજી મલાઈ ઉમેરીને મિક્સ કરો અને તેનું સેવન કરો.
 • તમે દહીંમાં ફ્રેશ ક્રીમ પણ ઉમેરીને મિક્સ કરી શકો છો.

દહીંમાં ફળો મિક્સ કરો-

પાકેલાં કેળાં, કેરી કે સ્ટ્રોબેરી જેવાં ફળોને દહીંમાં ઉમેરવા એ તેના ખાટા સ્વાદને કુદરતી મીઠાશ સાથે સંતુલિત કરવાનો ઉત્તમ માર્ગ છે. આમ કરવાથી ના માત્ર ખટાશ ઘટાડવામાં મદદ કરે છે પરંતુ દહીંમાં એક અલગ ફ્લેવર પણ ઉમેરે છે, જે તેને વધુ સ્વાદિષ્ટ બનાવે છે.

શુ કરવુ-

 • તમારી પસંદગીના ફળો અથવા મોસમી ફળો લો અને તેને બારીક કાપો.
 • ફ્રિજમાંથી દહીં કાઢીને તેમાં ઠંડા ફળો ઉમેરો અને મિક્સ કરો.
 • તેને થોડીવાર માટે પાછું ફ્રિજમાં મૂકી દો, જેથી ફળોનો રસ દહીંમાં મીઠાશ ઉમેરી શકે.
 • ફ્રિજમાંથી દહીં કાઢીને સ્વાદિષ્ટ ફળ સાથે દહીંનો આનંદ લો .

આવી ઘણી બધી પદ્ધતિઓ છે, જેની મદદથી તમે દહીંનું ખાટાપણું ઘટાડી શકો છો. દહીંની ખટાશ ઘટાડવા માટે તમે શું કરો છો તે પણ અમને જણાવો. જો તમને આ લેખ ગમ્યો હોય, તો તેને લાઈક અને શેર કરવાનું ભૂલશો નહીં. આવા લેખો વાંચવા માટે રસોઈનીદુનિયા સાથે જોડાયેલા રહો.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button